શ્રી લેઉઆ પટેલ સમાજ - મોટા ઉજળા સંચાલિત "સૌનું ઘર -ટિફિન સેવા"

Icon

સેવા પરમો ધર્મ – ઘરથી દૂર, છતાં ઘર જેવો જ સ્વાદ અને પ્રેમ!

 

શ્રી લેઉઆ પટેલ સમાજ – મોટા ઉજળા સંચાલિત “સૌનુ ઘર – ટિફિન સેવા” હવે એક નવી અને વધુ સુવિધાજનક જગ્યાએથી કાર્યરત થઈ ચૂકી છે. ગામના વડીલો, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે ઘર જેવું શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

મોટા ઉજળા ગામમાં સૌપ્રથમવાર શરૂ થયેલ “સૌનુ ઘર – ટિફિન સેવા” એ માત્ર એક ભોજન વ્યવસ્થા નથી, પરંતુ આપણા ગામની એકતા અને સેવાની ભાવનાનું પ્રતિક છે.

ગામમાં એકલા રહેતા વડીલો, નોકરી-ધંધે જતા યુવાનો કે પછી બહારગામથી આપણા ગામમાં આવેલા મહેમાનો… કોઈને પણ જમવાની તકલીફ ન પડે અને સૌને ઘર જેવું જ શુદ્ધ ભોજન મળી રહે તેવા પવિત્ર હેતુથી, શ્રી ગણેશ અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ સાથે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

 

“કોઈ ભૂખ્યું ન સુવે અને દરેકને ઘરનો સ્વાદ મળે.”

અમારી વિશેષતાઓ

ઉદ્ઘાટન અને સેવાની ઝલક

સંપર્ક અને સહયોગ

Icon

આ પવિત્ર સેવાયજ્ઞમાં જોડાવા માટે નીચે આપેલ વિગતો પર અમારો સંપર્ક કરો.

હિતેશભાઈ ખીમાણી

+91 99790 24980

રાજેશભાઈ ગજેરા

+91 97120 85091

વિમલભાઈ કથીરીયા

+91 94266 62573